દલિત વંચિત અધિકાર મંચ - ગુજરાત

  • Home
  • India
  • Tharad
  • દલિત વંચિત અધિકાર મંચ - ગુજરાત
Directions Website

દલિત વંચિત અધિકાર મંચ - ગુજરાત કાનુની અધિકાર, સામાજિક ન્યાય, બંધારણીય હકો અને વંચિત વર્ગોના સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવતું મંચ.

28/09/2026

જળ, જમીન અને જીવન બચાવવાની લડાઈ!
​📍 સ્થળ: ભેટાવાડા
⚖️ મુદ્દો: કેમિકલયુક્ત દૂષિત પાણી સામે જનઆંદોલન
🗓️ સ્થિતિ: આંદોલનનો ૩૫મો દિવસ પણ યથાવત!
​ભેટાવાડાના ગ્રામજનો અને જાગૃત નાગરિકો અને મહિલાઓ દ્વારા શુદ્ધ પાણી અને સ્વચ્છ પર્યાવરણ માટેનો સંઘર્ષ આજે ૩૫મા દિવસે પણ એટલા જ જોશ અને મક્કમતા સાથે ચાલુ છે. પ્રદૂષિત પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય અને ખેતી પર જે ગંભીર જોખમ ઊભું થયું છે, તેની સામેનો આ અવાજ હવે ન્યાય ન મળે ત્યાં સુધી રોકડાવાનો નથી.
​"અમારો સંઘર્ષ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી, પરંતુ અમારા હક, સ્વાસ્થ્ય અને આવનારી પેઢીના ભવિષ્ય માટે છે."
​🙏 આપ સૌને નમ્ર અપીલ:
​આ ન્યાયી લડાઈને તમારો સાથ અને સહકાર આપો.
​આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો જેથી તંત્ર સુધી અવાજ પહોંચી શકે.
​જય જવાન, જય કિસાન, જય પર્યાવરણ! 🌱

બિહારનો આ વિડિઓ સોશિયલ મીડિયામાં ભયંકર ઝડપે વાયરલ થઈ રહ્યો છે. સાથે બિહાર સરકાર અને પોલીસ પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો પણ ...
22/09/2026

બિહારનો આ વિડિઓ સોશિયલ મીડિયામાં ભયંકર ઝડપે વાયરલ થઈ રહ્યો છે. સાથે બિહાર સરકાર અને પોલીસ પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો પણ ઊભા કરી રહ્યો છે. બાઈક પર જતાં એક યુવક અને યુવતીને રોકી એક ટોળા દ્વારા યુવતી સાથે બહુ ખરાબ રીતે જાતીય સતામણી કરવામાં આવી રહ્યાનો વિડીયો વાયરલ થયો અને આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. એ યુવક અને યુવતી પુખ્ત ઉંમરના હોય કે ન હોય, પ્રેમીજનો હોય કે બીજા કોઈ... એ જે હોય તે... પણ તેની મજબૂરીનો લાભ લેવાનો કોઈ લુખ્ખાઓને અધિકાર નથી. આવા લુખ્ખાઓને પકડીને પોલીસ તત્કાલિક કાયદાનું ભાન કરાવે તે ખૂબ જરૂરી છે.

બિહાર કાયદોવ્યવસ્થા માટે પહેલેથી વગોવાયેલું છે. આ તો વિડિઓ સામે આવ્યો એટલે જગત આખાને ખબર પડી. આવી તો અસંખ્ય ઘટનાઓ બનતી હશે, જે પ્રકાશમાં નહીં આવતી હોય. રાજ્ય ગમે તે હોય... કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાવી જ જોઈએ. લોકો મુક્ત રીતે અને બેખોફ હરીફરી શકે તેની જવાબદારી પોલીસ અને સરકારની છે, વહીવટી તંત્રની છે. અને જો કોઈ લુખ્ખાઓને સત્તાનો નશો હોય અને તેની આડમાં આવું દુસ્કૃત્ય કરતા હોય તો પોલીસે કડકમાં કડક સજા કરી તેનું સત્તાનું ભૂત ઉતારી નાખવું જોઈએ.

21/09/2026

નમસ્કાર મિત્રો...
તમારા વિસ્તારમાં લાઈટ છે કે નહીં ગુજરાતમાં વાળું ટાણે લાઈટે રિહણા કર્યો છે શાકમાં મીઠું વધારે હતું એટલે આપનો જવાબ અવસ્ય લખજો.

21/09/2026

સત્યની હંમેશા જીત થાય છે! આજે મોરીખા મર્ડર કેસમાં ત્રણ મહિના પછી આટલા સંઘર્ષના અંતે IPC 302 / BNS 103 આખરે દાખલ થઈ.

સમગ્ર સમાજ અને વકીલ મિત્રોની ટીમ અને મીડિયાના મિત્રોના સહકારથી અને આજે ત્રણ મહિના પછી નામદાર કોર્ટના સારા વલણના કારણે આપણને આ જીત મળી છે. સમગ્ર સમાજ બંધુઓના સાથ-સહકારથી આપણે જે આંદોલન કર્યું, એ આંદોલનના કારણે આજે સફળતા મળી છે! માટે અમે દિલથી આભાર માનું છું:

⚖️ નામદાર કોર્ટનો ખુબ ખુબ આભાર
📺 સમગ્ર મીડિયાનો દિલથી આભાર
💙 સમગ્ર સમાજ બંધુઓનો દિલથી આભાર

સત્યનો હંમેશા વિજય થાય છે, પણ એના માટે મક્કમતાથી લડવું પડે છે!
આ તો શરૂઆત છે, ન્યાયની લડત ચાલુ રહેશે!

જય ભીમ! જય સંવિધાન ✊

૧. PSO એટલે શું?PSO નું પૂરું નામ Police Station Officer (પોલીસ સ્ટેશન અફસર) છે. તે કોઈપણ પોલીસ સ્ટેશનનો સૌથી મહત્વનો અન...
21/09/2026

૧. PSO એટલે શું?
PSO નું પૂરું નામ Police Station Officer (પોલીસ સ્ટેશન અફસર) છે. તે કોઈપણ પોલીસ સ્ટેશનનો સૌથી મહત્વનો અને જવાબદાર અધિકારી હોય છે.
​૨. મુખ્ય ભૂમિકા અને જવાબદારીઓ:
​ફરિયાદ નોંધવી: પોલીસ સ્ટેશનમાં આવતી દરેક અરજી, ફરિયાદ કે ગુનાની નોંધ (FIR) રાખવાની જવાબદારી PSO ની હોય છે.
​કાયદો અને વ્યવસ્થા જાળવવી: સ્ટેશનની હદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સતત નજર રાખવી અને કટોકટીની સ્થિતિમાં યોગ્ય પગલાં લેવા.
​સ્ટાફનું સંચાલન: પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓ અને ડ્યુટી પરના સ્ટાફનું સંચાલન અને દેખરેખ રાખવી.
​રોજમેળ (Station Diary) સંભાળવી: પોલીસ સ્ટેશનમાં દૈનિક ધોરણે બનતી ઘટનાઓની સત્તાવાર ડાયરી અથવા રોજમેળ PSO દ્વારા જ મેન્ટેઈન કરવામાં આવે છે.
​૩. નાગરિકો માટે મહત્વ:
કોઈપણ નાગરિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કે મદદ માટે જાય ત્યારે સૌથી પહેલાં જે અધિકારીને મળવાનું રહે છે તે PSO જ હોય છે.

19/09/2026
भारत के सबसे कम उम्र के जज के किशनगढ़ आतिश जाटव को बहुत बहुत बधाई। जय भीम 🙏
14/09/2026

भारत के सबसे कम उम्र के जज के किशनगढ़ आतिश जाटव को बहुत बहुत बधाई। जय भीम 🙏

સુઈગામ કસ્ટોડિયલ ડેથ અંગે ગંભીર સવાલ !મરનાર પણ દલિત, જેલમાં જનાર પણ દલિત, હેરાન-પરેશાન થનાર પણ દલિત...જો આરોપો સાચા હોય ...
13/09/2026

સુઈગામ કસ્ટોડિયલ ડેથ અંગે ગંભીર સવાલ !
મરનાર પણ દલિત, જેલમાં જનાર પણ દલિત, હેરાન-પરેશાન થનાર પણ દલિત...
જો આરોપો સાચા હોય તો જવાબદાર તંત્ર સામે સવાલ કોણ પૂછશે?
વાહ રે કુદરત, તારો ન્યાય ?

ધાનેરાની દલિત સમાજની મધ્યમવર્ગની બે બહેનોએ એક સાથે Neetની પરીક્ષા પાસ કરીને એકસાથે MBBSમાં પ્રવેશ કરવાની સિદ્ધિ હંસાલ કર...
09/09/2026

ધાનેરાની દલિત સમાજની મધ્યમવર્ગની બે બહેનોએ એક સાથે Neetની પરીક્ષા પાસ કરીને એકસાથે MBBSમાં પ્રવેશ કરવાની સિદ્ધિ હંસાલ
કરી...
બળવંતભાઈ કાળાભાઇ સોલંકીની દીકરીઓ...

ન્યૂયોર્કમાં આયોજિત કાર્યક્રમમાં સ્ટેજનો ફોટો જુઓ. આમાં, રિવરસાઇડ ચર્ચના બિશપ એડ્રિયન થોર્ન RSS વડા મોહન ભાગવત સાથે બેઠા...
03/09/2026

ન્યૂયોર્કમાં આયોજિત કાર્યક્રમમાં સ્ટેજનો ફોટો જુઓ. આમાં, રિવરસાઇડ ચર્ચના બિશપ એડ્રિયન થોર્ન RSS વડા મોહન ભાગવત સાથે બેઠા છે.

આ એ જ ચર્ચ છે જ્યાંથી પ્રખ્યાત નાગરિક અધિકાર ચળવળના નેતા માર્ટિન લ્યુથર કિંગે વિયેતનામ યુદ્ધ વિરુદ્ધ પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, જેના કારણે યુનાઇટેડ સ્ટેટ્સને પોતાનું વલણ બદલવાની ફરજ પડી હતી.

કાર્યક્રમ પછી, એડ્રિયન થોર્ને કહ્યું કે તેણી છેતરાઈ ગઈ હતી અને તેણીને ખબર નહોતી કે તે RSSનો કાર્યક્રમ છે અને મોહન ભાગવત હાજરી આપશે.

તેણીએ સ્પષ્ટપણે કહ્યું કે તેણી કોઈપણ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને સમર્થન આપતી નથી.

તેણીએ કહ્યું, "રિવરસાઇડ ચર્ચ મોહન ભાગવત, RSS કે હિન્દુ રાષ્ટ્રવાદને સમર્થન આપતું નથી."

ન્યુયોર્કમાં રિવરસાઇડ ચર્ચના વરિષ્ઠ મંત્રી એડ્રિયન થોર્ને 29 ઓગસ્ટ, 2026 ના રોજ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મોહન ભાગવત સાથે સ્ટેજ શેર કરવાને "ભૂલ" ગણાવી.

તેણીએ કહ્યું કે આયોજકોએ તેણીને મહત્વપૂર્ણ માહિતી આપી ન હતી કે RSS વડા મોહન ભાગવત આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને RSS સાથે જોડાયેલા સંગઠનો તેમાં સામેલ હતા. તેણીએ સ્પષ્ટતા કરી કે જો તેણીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હોત તો તેણી ક્યારેય આ કાર્યક્રમમાં હાજરી આપી ન હોત.

તેણીએ એવી કોઈપણ વિચારધારાને નકારી કાઢી હતી જે એક સમુદાયને બીજા સમુદાય કરતાં શ્રેષ્ઠ માને છે, જેમાં હિન્દુ સર્વોપરિતા, ખ્રિસ્તી સર્વોપરિતા, મુસ્લિમ સર્વોપરિતા, યહૂદી સર્વોપરિતા અને જાતિવાદનો સમાવેશ થાય છે.

તેણીએ ભારતમાં એવા બધા લોકો સાથે એકતા વ્યક્ત કરી જેમણે તેમના ધર્મ, જાતિ અથવા ઓળખના આધારે હિંસા અને ભેદભાવનો સામનો કર્યો છે.

"મને ગેરમાર્ગે દોરવામાં આવી. હું મારા ચર્ચના નામનો ઉપયોગ આપણા મૂલ્યોનું ઉલ્લંઘન કરતી કોઈપણ વિચારધારાને કાયદેસર બનાવવા માટે થવા દઈશ નહીં."

(દેવેન્દ્ર સુરજનની પોસ્ટનો ગુજરાતી ભાવાનુવાદ)

Address

District Court Near
Tharad
385565

Alerts

Be the first to know and let us send you an email when દલિત વંચિત અધિકાર મંચ - ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share