Ghanshyam patel

Call Directions Contact the business

Ghanshyam patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ghanshyam patel, Criminal lawyer, Modasa.

ગર્લ્સ હોસ્ટેલ મોડાસા'કાયદાની જાગૃતિ અને માનવ તસ્કરી લીગલ સેમિનાર. એડવોકેટ ઘનશ્યામ પટેલ (રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)
22/09/2026

ગર્લ્સ હોસ્ટેલ મોડાસા'કાયદાની જાગૃતિ અને માનવ તસ્કરી લીગલ સેમિનાર. એડવોકેટ ઘનશ્યામ પટેલ (રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

સાર્વજનિક નર્સિંગ કોલેજ લીગલ સેમિનાર એડવોકેટ ઘનશ્યામ પટેલ (રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)
22/09/2026

સાર્વજનિક નર્સિંગ કોલેજ લીગલ સેમિનાર એડવોકેટ ઘનશ્યામ પટેલ (રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

નશામુક્ત યુવા ...ઉજ્જવળ ભારત તરફ એક પ્રેરણાદાયી પહેલ...      આજે સર પી.ટી. સાયન્સ કોલેજ, મોડાસા ખાતે વિદ્યાર્થીઓ માટે "ન...
27/06/2026

નશામુક્ત યુવા ...ઉજ્જવળ ભારત તરફ એક પ્રેરણાદાયી પહેલ...

આજે સર પી.ટી. સાયન્સ કોલેજ, મોડાસા ખાતે વિદ્યાર્થીઓ માટે "નશામુક્તિ જાગૃતિ વ્યાખ્યાન" યોજવાનો અવસર મળ્યો. કોલેજના યુવાનો સાથે ડ્રગ્સ, ગાંજો, તમાકુ, દારૂ તથા અન્ય માદક પદાર્થોના શારીરિક, માનસિક, સામાજિક અને કાયદાકીય દૂષ્પરિણામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

વિદ્યાર્થી જીવનમાં વધતા તણાવ, ડિપ્રેશન, મિત્રવર્તુળના દબાણ અને સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે યોગ્ય નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. સાથે જ NDPS Act હેઠળ ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટેની કડક કાનૂની જોગવાઈઓ વિશે પણ સરળ ભાષામાં માહિતી આપવામાં આવી.

વ્યાખ્યાનનો મુખ્ય સંદેશ માત્ર એટલો જ હતો કે નશો કોઈ સમસ્યાનો ઉકેલ નથી; શિક્ષણ, સંસ્કાર, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી જ સફળ જીવનનો સાચો માર્ગ છે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, પ્રશ્નો પૂછ્યા અને અંતે નશાથી દૂર રહી સ્વસ્થ, જવાબદાર અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપતા નાગરિક બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

આ સુંદર આયોજન માટે સર પી.ટી. સાયન્સ કોલેજ, મોડાસાના આચાર્યશ્રી, તમામ પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીમિત્રોનો હૃદયપૂર્વક આભાર. યુવાનોને જાગૃત બનાવવાનો આ નાનકડો પ્રયાસ તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા સાથે...

"ડ્રગ્સને ના... સપનાઓને હા."

એડવોકેટ ઘનશ્યામપટેલ
રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ
ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ, અરવલ્લી

ન્યાયાલયમાં લાગણીઓ નહીં, પુરાવા બોલે છે... અને જ્યાં વાજબી શંકા રહે, ત્યાં નિર્દોષતા જ ન્યાય છે."
27/06/2026

ન્યાયાલયમાં લાગણીઓ નહીં, પુરાવા બોલે છે... અને જ્યાં વાજબી શંકા રહે, ત્યાં નિર્દોષતા જ ન્યાય છે."

World Environment Day Celebration at Aravalli District & Sessions CourtToday, on the occasion of World Environment Day, ...
05/06/2026

World Environment Day Celebration at Aravalli District & Sessions Court

Today, on the occasion of World Environment Day, a meaningful celebration was organized at the Aravalli District & Sessions Court. The event highlighted the importance of environmental protection, sustainable development, and collective responsibility towards nature.

Judicial officers, advocates, court staff, and participants joined together to spread awareness about conserving natural resources and maintaining a clean and green environment. The occasion served as a reminder that every individual can contribute towards building a healthier and more sustainable future.

Let us continue our efforts to protect the environment and preserve our planet for future generations.

"Together, we can make a difference for a greener tomorrow."

ગૌરવપૂર્ણ ક્ષણ ... સાયરા ગામ માટે ગર્વની લાગણી...અરવલ્લી જિલ્લાના માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રીમતી આશા...
02/04/2026

ગૌરવપૂર્ણ ક્ષણ ... સાયરા ગામ માટે ગર્વની લાગણી...

અરવલ્લી જિલ્લાના માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રીમતી આશાબેન એન. અંજારિયા સાહેબશ્રીનો તા. 31/03/2026 ના રોજ વય નિવૃત્તિનો પ્રસંગ, તેમજ ચૈત્ર નવરાત્રીના પાવન અવસર પર તેમના જન્મદિવસની ઉજવણી સાયરા ગામ તથા આસપાસના વિસ્તારમાં ભક્તિભાવપૂર્વક યોજાઈ ...જે સાયરા ગામ માટે ગર્વ અને ગૌરવની લાગણી ઊભી કરનાર ક્ષણ છે....

માનનીય જજ સાહેબશ્રીએ પોતાના જન્મદિવસ નિમિત્તે સવારના પવિત્ર સમયે કકરાઈ માતાજી મંદિર ખાતે આરતીમાં ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ સાંજે ભમરેચી માતાજી મંદિર તથા સાયરા રામજી મંદિર ખાતે આરતીમાં હાજરી આપી આધ્યાત્મિકતા અને સંસ્કારનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું...

સાયરા રામજી મંદિર ખાતે પરમ પૂજ્ય 1008 શ્રી વિષ્ણુદાસજી મહારાજે યોગવિદ્યા અને આધ્યાત્મિક જીવનના પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટના જીવનચરિત્ર વિશે અવગત થઈ પ્રસંશા વ્યક્ત કરી હતી. તેમજ મંદિરના તત્કાલીન મહંત શ્રી રામજીવનદાસ ત્યાગીજીના આશીર્વચન પ્રાપ્ત કરીને આ પાવન પ્રસંગને વધુ ગૌરવપૂર્ણ બનાવવામાં આવ્યો હતો....

શ્રીમતી આશાબેન અંજારિયા સાહેબશ્રીએ અરવલ્લી જિલ્લામાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તરીકે પોતાની સેવા દરમિયાન ન્યાયક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે હંમેશા પક્ષકારોને ધીરજપૂર્વક સાંભળી, ન્યાયના તુલાદંડને સમતોલ રાખી અને માનવતાવાદી અભિગમ સાથે ન્યાય આપ્યો છે. તેમના સમાધાનકારી વલણના કારણે અનેક પરિવારોમાં વિવાદનો અંત આવી “વન મનુષ્ય ન ફેલાય અને બંને ઘરે દીવો થાય” તેવો સુમેળસભર ન્યાય સ્થાપિત થયો છે....

તેમની બુદ્ધિશક્તિ, નિષ્પક્ષતા અને કર્તવ્યનિષ્ઠા હંમેશા ન્યાયવ્યવસ્થાને પ્રેરણા આપતી રહેશે. સાયરા ગામ માટે આ પ્રસંગ માત્ર ઉજવણી નહીં પરંતુ ગૌરવનો વિષય છે કે એવી પ્રતિભાશાળી અને કર્તવ્યનિષ્ઠ ન્યાયાધીશ સાથે આપણો સાનિધ્ય રહ્યો....

અમે તેમની વય નિવૃત્તિ પછીના જીવન માટે આરોગ્યમય, આનંદમય અને શાંતિપૂર્ણ જીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેઓ ભવિષ્યમાં પણ સમાજ અને ન્યાયક્ષેત્રને માર્ગદર્શન આપતા રહે ...તેવી શુભકામનાઓ....

એડવોકેટ ઘનશ્યામભ પટેલ
(રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

અરવલ્લી એલ.એ.ડી.સી. ટીમ સાથે ન્યાયાધીશોની  પ્રેરણાદાયી મુલાકાત ..  ૧૬ નવેમ્બર ૨૦૨૫, રવિવારના પવિત્ર દિવસે ગુજરાત રાજ્ય લ...
18/11/2025

અરવલ્લી એલ.એ.ડી.સી. ટીમ સાથે ન્યાયાધીશોની પ્રેરણાદાયી મુલાકાત ..

૧૬ નવેમ્બર ૨૦૨૫, રવિવારના પવિત્ર દિવસે ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટીના કારોબારી અધ્યક્ષ માન. ગુજરાત હાઇકોર્ટ ન્યાયાધીશ શ્રી અલ્પેશ વાય. કોગજે સાહેબ તેમજ માન. હાઇકોર્ટ ન્યાયાધીશ શ્રી દિવ્યેશ એ. જોશી સાહેબ, તથા ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ સુશ્રી એચ. એમ. પવાર સાહેબે અરવલ્લી જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી ખાતે પધારી મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી...

અરવલ્લી જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના અધ્યક્ષ માન. જિલ્લા ન્યાયાધીશ તથા પ્રિન્સિપલ સેશન જજ શ્રીમતી આશાબેન એન. અંજારિયા સાહેબ તથા જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીના સચિવ શ્રી એમ. જે. ખોજાદા સાહેબની આગેવાની હેઠળ આ મુલાકાતને સૌહાર્દપૂર્ણ, માર્ગદર્શક અને અત્યંત ઉપયોગી બનાવી હતી...

મુલાકાત દરમિયાન માનનીય ન્યાયમૂર્તિઓએ

એલ.એ.ડી.સી. (Legal Aid Defense Counsel System) અરવલ્લી ટીમ સાથે સંવાદ કર્યો,

તેમની કાર્યપદ્ધતિ, પડકારો અને રોજિંદી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપ્યું,

પીસીપી મોડેલ અને ક્વોલિટી લીગલ એડ સુનિશ્ચિત કરવા માટે અગત્યના સૂચનો આપ્યા,

તેમજ ન્યાયને સામાન્ય માનવીની પહોંચ બનાવી આપવા માટે એલ.એ.ડી.સી. દ્વારા કરવામાં આવતા કાર્યને સરાહનીય ગણાવ્યું...

પછી માનનીય ન્યાયમૂર્તિઓએ એલ.એ.ડી.સી. અરવલ્લી ઓફિસ ની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થા, દસ્તાવેજીકરણ, લિટિગેશન પ્રોસેસ અને સેવા-ધોરણોનું અવલોકન કર્યું.
આ મુલાકાતે એલ.એ.ડી.સી. ટીમને નવી ઉર્જા, દિશા અને પ્રોત્સાહન મળ્યું છે...

અરવલ્લી જિલ્લા માટે આ દિવસ વિશેષ ગણાય, કારણ કે ન્યાયની વ્યાપક સેવા અને ગુણવત્તાયુક્ત લીગલ એડ પ્રત્યે રાજ્યસ્તરથી મળેલી આ માન્યતા અમને વધુ સંકલ્પબદ્ધ બનાવે છે...

ઘનશ્યામ પટેલ
ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ
(રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ)

Address

Modasa
383315

Telephone

+919427859128

Website

Alerts

Be the first to know and let us send you an email when Ghanshyam patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ghanshyam patel:

Shortcuts

Share