પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કઠલાલ

  • Home
  • India
  • Kapadwanj
  • પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કઠલાલ

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કઠલાલ 14/08/2019

🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – કઠલાલ તાલુકાતથા સમગ્ર ખેડા જિલ્લા પરિવાર તરફથીતમામ આદ...
15/08/2026

🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – કઠલાલ તાલુકા
તથા સમગ્ર ખેડા જિલ્લા પરિવાર તરફથી
તમામ આદરણીય શિક્ષક મિત્રો, શિક્ષિકાઓ અને શિક્ષણપ્રેમી સ્વજનોને 80 મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ! 🌸
આપણે સૌ મળીને જ્ઞાન, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનો દીપ પ્રગટાવતા રહીએ.
આપણો ભારત દેશ વિકાસ, સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિના નવા શિખરો સર કરે તેમજ દરેક ક્ષેત્રે વિશ્વમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે તેવી હાર્દિક પ્રાર્થના.
🇮🇳 જય હિંદ | વંદે માતરમ 🇮🇳

🌿🕉️ પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ 🕉️🌿પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, કઠલાલ પરિવાર તરફથી આપ સૌ શિક્ષક ભાઈઓ-બહેનો, શિક્ષણ...
13/08/2026

🌿🕉️ પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ 🕉️🌿

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, કઠલાલ પરિવાર તરફથી આપ સૌ શિક્ષક ભાઈઓ-બહેનો, શિક્ષણપ્રેમી મિત્રો તથા તેમના પરિવારજનોને આજથી પ્રારંભ થતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

ભગવાન ભોળેનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને અખંડ આનંદની વર્ષા કરે.
આ પાવન માસ આપના જીવનમાં નવી આશા, નવી શક્તિ અને સેવા-સમર્પણની ભાવના લઈને આવે તેવી પ્રાર્થના.

ૐ નમઃ શિવાય 🔱
જય મહાદેવ 🙏

10/08/2026
*🌸 પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – કઠલાલ તાલુકા 🌸**🙏 ગુરુવંદના કાર્યક્રમ તથા કારોબારી બેઠક સંપન્ન 🙏**આજ રોજ પ્રાથમિક શૈક્ષિક મ...
10/08/2026

*🌸 પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – કઠલાલ તાલુકા 🌸*
*🙏 ગુરુવંદના કાર્યક્રમ તથા કારોબારી બેઠક સંપન્ન 🙏*

*આજ રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કઠલાલ તાલુકા દ્વારા ગુરુવંદના કાર્યક્રમ તથા તાલુકા કારોબારી બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું.*

*કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા **પરમ પૂજ્ય શ્રી વિષ્ણુદાસ મહારાજ (ગુરુ ગાદી, જરાવત)* *નું પીતાંબર વસ્ત્ર અને ફૂલહારથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.*

*ત્યારબાદ નવા ચૂંટાયેલા મંડળીના ચેરમેનશ્રી, મંત્રીશ્રી તથા કારોબારી સભ્યોનું, સંગઠનના તમામ કારોબારી સભ્યો અને હોદ્દેદારો તેમજ ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રીની ફૂલહારથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.*

*મુખ્ય વક્તા મહંતશ્રી વિષ્ણુદાસ મહારાજે ગુરુ પરંપરા, વર્તમાન સમયમાં ગુરુજનોની ભૂમિકા, શિક્ષકો સામેના વર્તમાન પડકારો તથા તેના ઉકેલ અંગે ખૂબ જ રસપ્રદ અને માર્ગદર્શક વિચારો રજૂ કર્યા.*

*આભારવિધિ સાથે ગુરુવંદના કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.*

*📋 તાલુકા કારોબારી બેઠક*

*ત્યારબાદ યોજાયેલી કારોબારી બેઠકમાં ગત નાણાકીય વર્ષના હિસાબનું વાંચન કોષાધ્યક્ષ શ્રી નટવરસિંહ દ્વારા કરવામાં આવ્યું. કારોબારી સભ્યોએ ૐ નાદ સાથે હિસાબોને સર્વાનુમતે મંજૂર કર્યા.*

*ત્યારબાદ કારોબારી સભ્યો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવી. તાલુકા અધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ દ્વારા સંગઠનની કામગીરી અંગે કારોબારી સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા.*

*જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષશ્રી સંગ્રામસિંહ બી. સોલંકી દ્વારા સંગઠનની કામગીરી, સદસ્યતા અભિયાન તથા શિક્ષક હિત માટે સંગઠન સદાય ખડે પગે કાર્યરત રહેશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે મંત્રીશ્રી, અધ્યક્ષશ્રી, સંગઠન મંત્રીશ્રી, કોષાધ્યક્ષશ્રી તથા તમામ હોદ્દેદારોને પોતાના ભાગે આવતી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક નિભાવવા અપીલ કરવામાં આવી.*

*🌿 સંગઠનમાં નવા સાથીદારોનું સ્વાગત 🌿*

*પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની વિચારધારાથી પ્રેરાઈને પ્રાથમિક શિક્ષક સંઘમાંથી રાજીનામું આપી સંગઠનમાં જોડાયેલા શ્રી ઈશ્વરસિંહ ઉદેસિંહ ડાભીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને સહમંત્રીશ્રી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી.*

*તેમજ શ્રી સતીષભાઈ પટેલને ઉપાધ્યક્ષશ્રી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી.*

*અંતે કલ્યાણ મંત્રના ગાન સાથે તાલુકા કારોબારી બેઠક પૂર્ણ કરવામાં આવી.*

*🎤 સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જસવંતસિંહ ડાભી – મંત્રીશ્રી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તથા શ્રી વિક્રમસિંહ ડાભી – સહસંગઠન મંત્રીશ્રી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું.*

*🙏 ગુરુવંદનાથી સંસ્કાર,*
*સંગઠનથી શક્તિ અને*
*એકતાથી શિક્ષક હિતનો સંકલ્પ. 🙏*

*🌺 પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – કઠલાલ તાલુકો 🌺*

*પ્રતિ,**માનનીય કારોબારી* *સદસ્યશ્રીઓ અને સૌ સારસ્વત બંધુ ભગીની,**કઠલાલ તાલુકો**વિષય: કઠલાલ તાલુકા કક્ષાના ગુરુવંદના કાર...
07/08/2026

*પ્રતિ,*
*માનનીય કારોબારી* *સદસ્યશ્રીઓ અને સૌ સારસ્વત બંધુ ભગીની,*
*કઠલાલ તાલુકો*

*વિષય: કઠલાલ તાલુકા કક્ષાના ગુરુવંદના કાર્યક્રમ અને કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેવા બાબત.*

*ગુરુર્બ્રહ્મા* *ગુરુર્વિષ્ણુઃ,* *ગુરુર્દેવો મહેશ્વરઃ ।*
*ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ ।।*

*વંદે માતરમ*

*સાદર જણાવવાનું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, કઠલાલ તાલુકા દ્વારા આ વર્ષના ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપ સૌ કારોબારી સદસ્યશ્રીઓ અને સારસ્વત બંધુ ભગીનીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી છે.*

*કાર્યક્રમની વિગતો:*

*મુખ્ય વક્તાશ્રી:* *પરમ પૂજ્ય* *વિષ્ણુદાસ બાપુ (ગુરુગાદી)*

*સ્થળ: પીએમ શ્રી નાની કન્યાશાળા, કઠલાલ*

*તારીખ:* *૮/૦૮/૨૦૨૬*

*સમય: બપોરે ૧૨:૦૦ કલાકે*

*નોંધ:*

*સ્વરુચિ ભોજન લીધા બાદ કાર્યક્રમ શરૂ કરીશું.*

*ગુરુવંદના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, કઠલાલ તાલુકાની કારોબારી બેઠક યોજાશે, જેમાં પ્રાથમિક સંવર્ગ તથા HTAT સંવર્ગ બંનેની સંયુક્ત કારોબારી બેઠક રહેશે.*

*આપની ઉપસ્થિતિ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશે.*

*ભવદીય,*

*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ*
*કઠલાલ તાલુકો*

*આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત, પ્રાથમિક સંવર્ગ દ્વારા પ્રાંત ટીમની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર સમક્ષ ...
04/08/2026

*આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત, પ્રાથમિક સંવર્ગ દ્વારા પ્રાંત ટીમની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર સમક્ષ નીચે મુજબની મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી.*
▪️ વર્ષ-2004ની વિદ્યાસહાયક ભરતીના શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)માં સમાવવા રાજ્ય કક્ષાએથી ત્વરિત નિર્ણય લેવા બાબત.
▪️ *મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતીમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને પગાર રક્ષણ (Pay Protection) આપવાની માંગ બાબત.*
▪️ શિક્ષણ વિભાગની GES ક્લાસ-1, GES ક્લાસ-2 તથા TPEO ભરતીમાં ₹4200 ગ્રેડ પે ધરાવતા પ્રાથમિક શિક્ષકોને લાયક ગણવા બાબત.
▪️ *તા. 31/07/2026ના સેટઅપ મુજબ વધ પડતા જ્ઞાન સહાયકોને નવી ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષકોની ઘટ ધરાવતી પ્રાથમિક શાળાઓમાં તાત્કાલિક ધોરણે મૂકવા બાબત.*
▪️ નવી HTAT બઢતી ભરતીમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી અસરગ્રસ્ત શિક્ષકોને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત.
*ઉપરોક્ત તમામ મુદ્દાઓ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, માનનીય કેબિનેટ શિક્ષણમંત્રીશ્રી પ્રદ્યુમન વાજા, માનનીય રાજ્ય શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજા તથા માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી* સાથે રૂબરૂ મુલાકાત કરીને વિગતવાર ચર્ચા કરવામાં આવી અને જરૂરી રજૂઆતો કરવામાં આવી.
*સંગઠનને વિશ્વાસ છે કે શિક્ષકો તથા શિક્ષણહિતના આ મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે રાજ્ય સરકાર હકારાત્મક વિચારણા કરીને વહેલી તકે યોગ્ય નિર્ણય લેશે.*

*ભવદીય*
*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત*
*પ્રાથમિક સંવર્ગ*
🚩🚩🚩🚩🚩

31/07/2026

🌧️⚠️ ભારે વરસાદને પગલે સાવચેતીની અપીલ ⚠️🌧️

હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. 🌧️

આથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ ગ્રામજનોને વિનંતી છે કે બે દિવસ દરમિયાન ખાસ સાવચેતી રાખશો.

🚸 જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળશો.
🌊 નદી, નાળા, તળાવ તથા પાણી ભરાયેલા વિસ્તારો પાસે ન જશો.
⚡ વીજળીના થાંભલા, ખુલ્લા વીજ વાયર અને ભીના ઇલેક્ટ્રિક સાધનોથી દૂર રહો.
🏠 બાળકો અને વડીલોની ખાસ કાળજી રાખશો.
🚗 વાહન ચલાવતા સમયે પાણી ભરાયેલા રસ્તાઓ પર વિશેષ સાવચેતી રાખશો.

સાવચેત રહો, સુરક્ષિત રહો અને અન્યને પણ સુરક્ષિત રાખો. 🙏

🌧️ વરસાદ દરમિયાન સૌ પ્રથમ સુરક્ષાને પ્રાથમિકતા આપીએ. 🌧️

સૌજન્ય :
*પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ*
કઠલાલ તાલુકો, ખેડા જિલ્લો*

18/07/2026

નમસ્કાર ગુરુજનો...
પરિવર્તન એ સંસારનો નિયમ છે.
ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે પરિવર્તન જીવનનો અવિભાજ્ય ભાગ છે. પરંતુ પરિવર્તન હંમેશા સત્ય, ન્યાય અને શિક્ષકોના હિતમાં હોવું જોઈએ.
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો ભૂતકાળની અનેક ઘટનાઓને આજે પણ યાદ કરે છે. શિક્ષકોના હિત સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વખતે ઘણા શિક્ષકોને પોતાની અપેક્ષા મુજબનો સાથ મળ્યો ન હતો. વર્ષો સુધી પોતાના વતનથી દૂર ફરજ બજાવતા શિક્ષકો, માતા-પિતાની સેવા કરવાની આશા રાખતા શિક્ષકો અને પોતાના જિલ્લામાં આવવાની રાહ જોતા હજારો પરિવારોની લાગણીઓ સાથે જોડાયેલા પ્રશ્નોમાં પણ અનેક શિક્ષકો નિરાશ થયા હતા.
આજે ફરી કેટલાક લોકો નવા રૂપમાં, નવી વાતો લઈને શિક્ષકો સમક્ષ આવી રહ્યા છે. પરંતુ જાગૃત શિક્ષક માત્ર વચનોને નહીં, કાર્યોના ઇતિહાસને પણ યાદ રાખે છે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોતાની સ્થાપનાથી જ શિક્ષકોના હિત, અધિકાર અને સ્વાભિમાન માટે નિષ્પક્ષ રીતે કાર્યરત રહ્યો છે. કોઈપણ પ્રશ્ન હોય, મહાસંઘે શિક્ષકોના અવાજને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં પણ શિક્ષકોના દરેક ન્યાયસંગત પ્રશ્ન માટે અડીખમ રહીને લડત આપતો રહેશે.
પ્રિય શિક્ષક મિત્રો,
સમય આવે ત્યારે નિર્ણય વ્યક્તિને નહીં, પરંતુ તેના કાર્ય, નિષ્ઠા અને વિશ્વાસના આધારે લેવો જોઈએ. આવો, શિક્ષકોના હિતને સર્વોપરી રાખીને મજબૂત, પારદર્શક અને શિક્ષકહિત માટે સમર્પિત સંગઠન સાથે જોડાઈએ.
સંગઠન મજબૂત – શિક્ષક મજબૂત
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયેલા રહો.
જય શિક્ષક
જય ભારત

17/07/2026

ઉંમર નહીં, હિંમત અને મહેનત જ સફળતાની સાચી ઓળખ છે. જીવનમાં કંઈ પણ અશક્ય નથી.

સમાજ અને રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય આપણા બાળકોની પ્રતિભામાં વસેલું છે. આવી પ્રતિભાઓને યોગ્ય મંચ, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તો તેઓ માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ વધારી શકે છે.

આવો, દરેક બાળકના સપનાઓને નવી ઉડાન આપવા માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. 🎶🇮🇳

#શિક્ષક પરિવાર ગુજરાત #અમદાવાદ #ગાંધીનગર # ગુજરાત

Address

નાની રત્નાકર માતા રોડ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપ કપડવંજ
Kapadwanj
387335

Website

Alerts

Be the first to know and let us send you an email when પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કઠલાલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category