Om counciling and strese menegement center

Om counciling and strese menegement center it is astres menegement and midiation center for searching the solution of phyco ,socio, , legale problems of students, perents, & morden society.

26/07/2023
26/07/2023

હું પણ એવું કહેવા માંગુ છું કે નાના વિસ્તાર માં થી આવતી બધી જ દીકરી ઓ આ માર્ગ પર જતી રહે છે એવું જરાય નથી કહેવાનું પણ જે જાય છે તેનું પ્રમાણ પણ ઘણું મોટું છે .કમનસીબે એના સાક્ષી પણ બનતા રહેવું પડે છે કે નાના ગામડા માંથી આવી ને pg ma રહેતી ગભરુ છોકરી નું પરિવર્તન ફકત ત્રણ થી ચાર મહિના માં થતું જોયું છે .બહુ જ થોડા સમય માં એ દીકરી લો કટ નાં શર્ટ અને જીન્સ તથા ડાર્ક લિપસ્ટિક નાં મેક અપ સાથે રાત્રે કોઈ પુરુષ મિત્ર સાથે બાઈક પર કે ગડિય માં જતી થઈ જાય છે .આ રોજિંદા દ્ર્શ્યો છે અર્ધી રાત્રે pg મા પરત ફરે છે કોઈ રોકનાર નથી,કોઈ ટોકનાર નથી .બધા એક બીજા ને." સાચવે" છે.ગામડા માં રહેતા માં બાપ એવું માને છેનકે દીકરી ને ભણાવીએ છીએ અને એના વિકાસ માં ભાગીદાર બનીએ છીએ 😞 મારે માં બાપ ને હાથ જોડી અને તેમાંય સૌરાષ્ટ્ર નાં મા બાપ ને ખાસ કહેવું છે .મહેરબાની કરી ને કાચી ઉમરે દીકરી ઓ ને અળગી n કરો .તમારા ગામ માં શક્ય એટલું સારું ભણાવો.વધારે ની પ્રવૃત્તિ કરાવો .મજબૂત બનાવો .પછી મોટા શહેર માં મોકલો .ભણવા મંખુબ વ્યસ્થીત હોય તો તમે એની સાથે રહો .હોસ્ટેલ માં મૂકો કે જ્યાં એના પણ થોડી દેખરેખ રહેશે . 🙏 કમનસીબે અમે આ બધા નાં છેલ્લા ૧૦ વર્ષ થી સાક્ષી બનતા આવ્યા છીએ 🙏 દીકરી ઓ ને ખરા અર્થ મા મજબૂત બનાવો કે જેથી એને સારા નરસા ની વિવેક રહે🙏

26/07/2023

જવાબદાર કોણ : દીકરી કે...??

તથ્ય પટેલ અત્યારે જોરદાર વિવાદમાં છે. રોજ નવા નવા રાઝ ખુલતા જાય છે અને તથ્યની નવી નવી પોલ પકડાતી જાય છે. એની ગાડીમાં ત્રણ છોકરીઓ હતી. એ પૈકીની એક છોકરી ગામડામાંથી આવે છે, પીજીમાં રહે છે અને મા-બાપને ઉલ્લુ બનાવી જલસા કરે છે. એવું મિડીયાના માધ્યમથી જાણી શકાયું અને ખુદ એનો બાપ પણ એવી કબુલાત કરે છે, કે મને એકટીવામાં જમવાનું કહી ગયેલી છોકરી જેગુઆર કારમાંથી પકડાય છે. ત્યારે આપણને સૌને આંચકો લાગે છે, કે આ શું..?? મધ્યમવર્ગીય પરિવારની દીકરી પીજીના નામે ક્યાંથી ક્યા પહોંચી ગઈ..!! સોશીયલ મિડીયામાં આ આખી ઘટના જોરદાર ટ્રોલ થઈ છે.
પરંતુ અહીં પજવતો પ્રશ્ન એ છે કે દીકરીની આ મોકળાશ માટે જવાબદાર કોણ..??

આ ઘરઘરનો પ્રશ્ન છે. અને શહેરો મહાશહેરોમાં આવી હજારો છોકરીઓ ઘરથી દૂર પીજી કે રૂમ પર રહે છે. હું સારી કે સંસ્કારી છોકરીઓની વાત નથી કરતો. સારી છોકરી તો દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે એને કોઈ તથ્ય લલચાવી શકતો નથી. પરંતુ સંસ્કારોનો અંચળો ઓઢીને ફરતી છોકરીઓની આ વાત છે. અને મોટાભાગે એમના જ પ્રશ્નો છે. હોસ્ટેલમાંથી બહુ રેર પ્રશ્નો બહાર આવતા હોય છે.
હમણાં હમણાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓની પણ ફેશન ચાલે છે. અને કોઈક કોલેજમાં ઓનપેપર એડમીશન લઈ એક મોટો વર્ગ તૈયારીના નામે શહેરોમાં ધામા નાખે છે અને પછી ત્યાથી જ શરૂ થાય છે, તથ્યયાત્રા..! જેનો વિગતે અભ્યાસ કરવામાં આવે તો ખરેખર ઘણા તથ્યો બહાર આવે એમ છે..!
માત્ર એકલા ગાંધીનગરમાં જ સારી-નરસી હજારો છોકરીઓ રહે છે. એમાંની પાસે પરીક્ષાની તૈયારીનું ખૂબ મોટું બહાનું છે. એટલે કોચીંગના નામે બહુ મોટી મોકળાશ મળી છે. સ્વતંત્રતા જ્યાં સુધી સંસ્કારોથી રક્ષિત છે ત્યાં સુધી વાંધો નથી આવતો. પરંતુ પૈસાની ખેંચતાણ, દેખાદેખી, લોંગ ડ્રાઈવ, મોલ-મોલાતો, રજવાડી કાફે અને સવિશેષ તો અધૂરી સમજણ પ્રગટે ત્યારે જ તથ્ય જેવા નબીરાઓની એન્ટ્રી થતી હોય છે.
મા-બાપ બિચારા ગામડે કાળી મજુરી કરે અને દીકરીઓ તથ્ય જેવા ટપોરીઓ સાથે જલસા કરે. ત્યારે ખરેખર પીડા થાય છે. મારું તો સ્પષ્ટપણે માનવુ છે કે એક જાગૃત બાપે એની દીકરીના રૂમ પર વારંવાર ઓચિંતી રેડ પાડવી જોઈએ. અને જો દીકરી અવિશ્વાસની દલીલ પર ઉતરી આવે તો સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ : "બેટા, હું તારો બાપ છું. અને જ્યાં સુધી તું મારા ઘેર છે ત્યાં સુધી ચાકર અને ચોકીદાર બન્નેની જવાબદારી મારી છે અને રહેશે.."
હું એવું નથી કહેતો કે બધી જ દીકરીઓ ખરાબ છે. તેમછતાંય આત્મસંતોષ માટે ગાળેગાળે ગાંધીનગર આંટા મારતા રહેવું અને શક્ય હોય તો હોટલો ચેક કરતા રહેવું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે..! મારે શુંકામ કોઈની છોકરી સામે આંગળી કરવી જોઈએ..!!

અને છેલ્લી એક કડવી વાત : મોટાભાગની સફળ થયેલી છોકરીઓ ગામડે ઘર પર રહીને જ ભણી છે. વિશ્વાસ ના આવતો હોય તો સચિવાલયમાં એકાદ આંટો મારી સફળ છોકરીઓના દર્શન કરી આવજો..
આનંદે આવશે અને અભિમાન પણ ઉતરી જશે..!

આશા રાખું,
ધરણીધર સૌને સદ્દબુદ્ધિ આપે. મને પણ અને તમને પણ..!!

પ્રસંગ ની આ જ તો મઝા છે
01/03/2023

પ્રસંગ ની આ જ તો મઝા છે

જ્યાં ઈચ્છા ત્યાં સેલ્ફી પોઇન્ટ
01/03/2023

જ્યાં ઈચ્છા ત્યાં સેલ્ફી પોઇન્ટ

This is called decoration
01/03/2023

This is called decoration

તૈયાર થવું, મારું સ્વપ્ન
01/03/2023

તૈયાર થવું, મારું સ્વપ્ન

ગરબા, મારો શોખ
01/03/2023

ગરબા, મારો શોખ

Address

11 Kalyan Nagar Socity Collage Road
Junagadh
362001

Telephone

9428014823

Website

Alerts

Be the first to know and let us send you an email when Om counciling and strese menegement center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Om counciling and strese menegement center:

Share