15/07/2022
*GST Council ની 47 મી મિટિંગમાં કરેલ ભલામણો ને હવે *Notification* દ્વારા માન્યતા આપી દીધેલ છે.*
મોટાભાગની ખાદ્ય ચીજવસ્તુઓ જેની કોઈ Brand Name ન હોય તો તેના ઉપર પહેલા GST માફી હતી પરંતુ GST ના Notification 06/2022 મુજબ *pre-packaged and labelled* નામના શબ્દો સિફતથી ઉમેરી આવી *ખાદ્ય ચીજવસ્તુઓ ને GST માં આવરી લેવામાં આવી છે,* હવે Legal Metrology Act ના સંદર્ભમાં pre-packaged commodity એટલે “ એવી કોમોડિટી કે જે ખરીદનાર હાજર ન હોય ત્યારે એક પ્રકારના પેકેજમાં મૂકવામાં આવે છે, પછી ભલે તે સીલ કરેલ હોય કે ન હોય, જેથી તેમાં સમાવિષ્ટ ઉત્પાદનનો જથ્થો પૂર્વ-નિર્ધારિત હોય” અને *pre-label* નો અર્થ થાય છે “ કોઈપણ લેખિત, ચિહ્નિત, સ્ટેમ્પ્ડ, મુદ્રિત અથવા ગ્રાફિક પદાર્થ જે કોઈપણ પૂર્વ-પેકેજ કોમોડિટી સાથે જોડાયેલ અથવા દેખાય તેવી વસ્તુ.
ઉપરોક્ત બંને વ્યાખ્યા ને અનુસરીએ તો લગભગ દરેક ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે દૂધ નો માવો, પનીર, કુદરતી મધ , દહીં, લસ્સી, માખણ,છાશ ,સૂકાં લીલા શાકભાજી, સૂકા મખાના, અનાજ (અનાજ), ઘઉં, મેસલિન, રાઈ, જવ (જવ), ઓટ્સ, મકાઈ, ચોખા, ધાન્ય જુવાર, બાજરી, રાગી, દાણા અને બટાકાની સૂકી વસ્તુ, *ગોળ, *મમરા* (મુરી), *પૌઆ,પાપડ* તથા *તમામ પ્રકાર ના લોટ* વગેરે પર *GST 5% તારીખ 18 July-2022* થી લાગુ કરી દેવામાં આવ્યો છે.
5 % GST વાળા Schedule I માંથી S. Nos. 230, 232, 233, 234A અને 234C ને કાઢી નાખીને Schedule II એટલેકે *12% માં લઈ જવામાં આવી છે* જેમાં અનુક્રમે Pawan Chakki that is Air Based *Atta Chakki*, *Solar water heater* and system, Machines for cleaning, sorting or grading નો સમાવેશ થાય છે
લાઇટ્સ અને ફિક્સ્ચર, LED લેમ્પ્સ, તેમના મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર GST 12 % થી વધારી 18 % કરવામાં આવેલ છે.
સેન્ટ્રીફ્યુગલ પંપ, સબમર્સિબલ પંપ ડીપ ટ્યુબ-વેલ ટર્બાઇન પંપ, સાયકલ પંપ જે મુખ્યત્વે પાણીના સંચાલન માટે પાવરથી ચાલતા હોય છે તેના પર GST 12 % થી વધારી 18 % કરવામાં આવેલ છે