BRM LAW FIRM

BRM LAW FIRM Fight For Justice

कायस्थ कुलगौरव, आज़ाद हिंद फ़ौज के महानायक और भारत के वीर स्वतंत्रता सेनानी नेता जी सुभाष चंद्र बोस जी की पुण्यतिथि पर उ...
18/08/2026

कायस्थ कुलगौरव, आज़ाद हिंद फ़ौज के महानायक और भारत के वीर स्वतंत्रता सेनानी नेता जी सुभाष चंद्र बोस जी की पुण्यतिथि पर उन्हें शत-शत नमन। 🙏🇮🇳

उनका अदम्य साहस, राष्ट्रभक्ति और त्याग आज भी करोड़ों भारतीयों को प्रेरणा देता है।
“तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूँगा” — उनका यह आह्वान भारतीय स्वतंत्रता संग्राम के इतिहास में सदैव अमर रहेगा।

नेता जी के बलिदान और राष्ट्र के प्रति समर्पण को कोटि-कोटि नमन। 🙏

16/08/2026
નમસ્કાર આજે સવારે ૧૧:૦૦ વાગ્યે સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ટ્રસ્ટ સંચાલિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિરને લગતા જાહેર હિ...
21/07/2026

નમસ્કાર
આજે સવારે ૧૧:૦૦ વાગ્યે સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ટ્રસ્ટ સંચાલિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિરને લગતા જાહેર હિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં મંદિરની દક્ષિણ બાજુ આવેલી વરસાદી કેનાલમાં ગંદા પાણી ભરાઈ ગટર જેવી પરિસ્થિતિ સર્જાતી હોવાની બાબત, બંધ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતા જાહેર રસ્તાને ખુલ્લો કરવાની બાબત તેમજ શુલભ શૌચાલય આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને ધ્યાને લઈ મામલતદાર સાહેબ શ્રી દ્વારા આપની સતામાં આવતી કાર્યવાહી તપાસ કરીને કરવા આદેશ કરવામાં આવ્યો છે જેમાં,
૧.વરસાદી કેનાલની નિયમિત સફાઈ કરાવવા,
૨.જાહેર રસ્તો ખુલ્લો કરાવવા તથા ૩.શુલભ શૌચાલયની બહાર કોઈ વ્યક્તિ જાહેરમાં ગંદકી કે શૌચક્રિયા કરતાં જણાય તો સેનિટેશન ઇન્સ્પેક્ટર દ્વારા નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

ભાવિનકુમાર રશ્મિકાંત મહેતા
પ્રમુખ- શ્રી કાયસ્થ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિર

આજરોજ Mandvi Bar Association દ્વારા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ માનનીય તન્ના સાહેબની માંડવીથી અમદાવાદ, પ્રિન્સિપલ સિવિલ જ...
16/05/2026

આજરોજ Mandvi Bar Association દ્વારા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ માનનીય તન્ના સાહેબની માંડવીથી અમદાવાદ, પ્રિન્સિપલ સિવિલ જજ માનનીય ખત્રી સાહેબની માંડવીથી પાટણ તથા અધિક સિવિલ જજ માનનીય ગેલોદ સાહેબની માંડવીથી સુરત ખાતે બઢતી નિમિત્તે સન્માનસભા તથા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બારના સભ્યો, વકીલમિત્રો ની ઉપસ્થિતિમાં સાહેબશ્રીઓની સેવાઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સમારંભની યાદગીરીરૂપે ગ્રુપ ફોટો.

માનનીય સાહેબશ્રીઓને નવી જવાબદારીઓ માટે હાર્દિક શુભકામનાઓ તથા ઉજ્જવળ કારકિર્દી માટે મંગલકામનાઓ.

29/04/2026

બે દાયકાનો સફર…
સમયનો ચક્ર ક્યારેક એટલો શાંત અને સરસ રીતે આગળ વધે છે કે ખબર પણ પડતી નથી—અને આજે એ જ સફરનું એક સુવર્ણ મોહરું, ૨૦ વર્ષનું સહજીવન પૂર્ણ કરીને ૨૧માં વર્ષમાં પ્રવેશ કરવાની આ અનમોલ ક્ષણ…

લગ્ન માત્ર બે વ્યક્તિઓનો સંબંધ નથી, પરંતુ બે હૃદયો, બે પરિવાર અને અનેક લાગણીઓનું સુંદર સંયોજન છે. આ ૨૦ વર્ષોમાં ખુશીઓના રંગો પણ હતા અને પડકારોની છાયાઓ પણ… પણ દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ, વિશ્વાસ અને સમર્પણ એ આ સફરને મજબૂત બનાવતું રહ્યું.

આ સફર દરમિયાન હાસ્યના પળો પણ આવ્યા, ક્યારેક આંખોમાં આંસુ પણ આવ્યા… પણ દરેક ક્ષણે “અમે” નો ભાવ જળવાયો રહ્યો. જીવનના દરેક પડાવ પર હાથમાં હાથ રાખીને આગળ વધવાની જે પ્રતિજ્ઞા લીધી હતી, તે આજે પણ એટલી જ મજબૂત છે.

૨૦ વર્ષ પહેલાં શરૂ થયેલી આ યાત્રા આજે એક મીઠી યાદોની પુસ્તક બની ગઈ છે—જ્યાં દરેક પાનું પ્રેમ, સહનશીલતા અને સમજણથી લખાયેલું છે. નાના-મોટા મતભેદો આવ્યા, પણ પ્રેમે હંમેશા જીત મેળવી… અને એ જ તો આ સંબંધની સૌથી મોટી સુંદરતા છે.

૨૧માં વર્ષમાં પ્રવેશ એ માત્ર સમયનો વધારો નથી, પણ નવા સપનાઓ, નવી આશાઓ અને વધુ મજબૂત સંબંધ તરફ એક પગલું છે. આવનારા વર્ષોમાં પણ આ પ્રેમ અને વિશ્વાસનું બંધન આમ જ અડગ રહેશે

આ ખાસ પ્રસંગે દિલથી માં જગદંબા પાસે એક જ પ્રાર્થના—
“આ સહજીવનની મીઠાશ ક્યારેય ઓછી ન થાય,
સાથે ચાલતા રહીએ અને હંમેશા ખુશીઓ સાથે જોડાયેલા રહીએ

લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા જીવનસાથી “ દિવ્યા “

Address

Office No. 6562/109, First Floor, Municipality Shopping Centre, Near Indrajeet Bag, Opp. Civil Hospital, Mandvi-kachchh
Cutch-Mandvi
370465

Telephone

919925548555

Website

Alerts

Be the first to know and let us send you an email when BRM LAW FIRM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BRM LAW FIRM:

Shortcuts

Share

Category