20/01/2020
ટીકર :- સોસાયટી ફોર લીગલ જસ્ટીસ (એનજીઓ) દ્વારા એક મોહિમ.
NGO :- સોસાયટી ફોર લીગલ જસ્ટીસ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર પછાત વર્ગ માટે શિક્ષણ તેમજ અનેક પ્રકારની મદદ માટે તત્પર.
ગુજરાત ગીતા સમાચાર
અમદાવાદ શહેરમાં કેટલાક સમયથી સોસાયટી ફોર લીગલ જસ્ટીસ નામની કાર્યરત સંસ્થા દ્વારા જેમાં એડ્વોકેટ બી.એમ. ગુપ્તા તેમજ સુભાષચંદ્ર એમ. પરદેશી ના નેતૃત્વ હેઠળ છેલ્લા કેટલાક સમયથી પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે. જેમાં શિક્ષણ નું ભાર તેમજ ગરીબ લક્ષી નાના બાળકો માટે અનેક પ્રકારના કાર્યો આ સંસ્થા છેલ્લા કેટલાક સમયથી કરી રહી છે. જેમાં તાજેતરમાં બી.એમ. ગુપ્તા તેમજ સુભાષચંદ્ર પરદેશીના નેતૃત્વ હેઠળ તા. 19/01/2020 માં એનજીઓ ના કમિટી મેમ્બર સહિતના તમામે તમામ મેમ્બરો દ્વારા 2020 માં ગુજરાત પ્રદેશ ની અંદર ગરીબી હેઠળ પોતાનું ગુજરાન ચલાવતા વિધ્યાર્થીઓની મદદ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં સરકારી શાળાઓમાં ભણતા વિધ્યાર્થીઓ તેમજ ખાનગી શાળામાં ભણતા ગરીબ વિધ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા તેઓના અભ્યાસ માટે નાણાકીય ખર્ચ અને પુસ્તકો તેઓની શાળાના પ્રિન્સિપાલના માધ્યમથી ગરીબ છોકરાઓને સંપૂર્ણ અભ્યાસમાં મદદરૂપ બનશે. તેમના અભ્યાસમાં થતો ખર્ચ સોસાયટી ફોર લીગલ જસ્ટીસ ઉઠાવશે તેમજ ગરીબ પરીવારના કમાઉ પુત્રો માટે આ સંસ્થા તેમના પર આવેલી વિપદાઓના સમયે તેઓને નાણાકીય અને ભરણ પોષણ તેમજ દવા નો ખર્ચો સંસ્થા ઉઠાવશે અને મદદરૂપ બનશે. તેમજ સરકાર દ્વારા જે કોઈ યોજનાઓ ગરીબ લક્ષી તેમજ પ્રજાલક્ષી હશે તેને એનજીઓ ના માધ્યમથી ડાયરેક્ટ તેમને મદદ કરવામાં આવશે.
બોક્સ :-
સોસાયટી ફોર લીગલ જસ્ટીસ કરશે આપની મદદ. મો. 9974100138, 8320717097.
બી.એમ. ગુપ્તા તેમજ સુભાષચંદ્ર પરદેશીની નજર હેઠળ ગુજરાત પરદેશમાં ગરીબ લક્ષી તેમજ શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યું.
એનજીઓ માં કમિટી મેમ્બર તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ગરીબ વર્ગના અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ ને મદદરૂપ થશે.