Adv. Hareshbhai M. Nakrani

Adv. Hareshbhai M. Nakrani હરેશ એમ. નાકરાણી | એડવોકેટ

છેલ્લા ૨૦+ વર્ષથી સુરત જીલ્લામાં સિવિલ, ક્રિમિનલ અને રેવન્યુ કાયદામાં પ્રેક્ટિસ. B.Sc.

(Gold Medallist), LL.B. – સિદ્ધાર્થ લો કોલેજ

બિનહરીફ પ્રમુખ – કઠોર બાર એસોસિયેશન
ઉપપ્રમુખ – યંગ ફેડરેશન

ન્યાય | નિષ્ઠા | સેવા

તારીખ 06-03-2026 ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી અનુલક્ષી તેમજ આપણી માતૃસંસ્થા અંગે મારો એક વિનમ્ર સંદેશ આપ સર્વે વકીલમિત્રો...
05/03/2026

તારીખ 06-03-2026 ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી અનુલક્ષી તેમજ આપણી માતૃસંસ્થા અંગે મારો એક વિનમ્ર સંદેશ આપ સર્વે વકીલમિત્રો સમક્ષ રજૂ કરું છું.
BCG એ આપણી માતૃસંસ્થા છે. તેના નિયમનો અને પ્રતિષ્ઠાનું જતન કરવું એ વકીલશ્રી તરીકે આપણી પ્રથમ ફરજ છે. સાથે-સાથે આ માતૃસંસ્થા પાસેથી વકીલોનું હિત અને રક્ષણ મેળવવું એ આપણો અધિકાર છે.
મિત્રો, દરેક ચૂંટણીમાં આપણે મતદાન કરીએ છીએ. પરંતુ શું આપણે ક્યારેય પોતાને આ પ્રશ્નો પૂછ્યા છે?
શું આપણે આપેલા વિશ્વાસરૂપી મતના વિજયી ઉમેદવારે નિષ્ઠાપૂર્વક માન રાખ્યું?
શું જીત્યા પછી તેણે વકીલ સમુદાય અને માતૃસંસ્થાને એકતામાં બાંધવાનો પ્રયત્ન સુદ્ધાં કર્યો?
શું વકીલ સમુદાયને માતૃસંસ્થા દ્વારા મળતા હકો, અધિકારો, રક્ષણો અને સહાય વિશે જાગૃત કર્યા?
શું જીત્યા પછી ગુજરાતના અલગ અલગ વકીલ મંડળો સાથે રૂબરૂ સંપર્ક જાળવ્યો?
શું ચૂંટણી સમયે આપેલા વચનો પૂર્ણ કર્યા?
શું માતૃસંસ્થાના ભંડોળમાંથી જુનિયર વકીલો માટે વ્યાવસાયિક જ્ઞાન અને વિકાસના પ્રયાસો કર્યા?
શું મત આપ્યા પછી આપણે આપેલા મતનું આપણે ખુદ ગૌરવ અનુભવી શક્યા ?
જો આપણે આ બધા પ્રશ્નોના જવાબ આપણી પોતાની જાત નેજ નિષ્ઠાપૂર્વક આપીએ, તો શું આપણે ખરેખર સંતોષ અનુભવીએ છીએ ?
મારા માટે તો તેનો જવાબ “ના” જ આવે છે.
તો હવે સમય આપણી જાગૃતા અને પરિવર્તનનો છે.
વાત માત્ર ચૂંટણીની નથી, વાત માતૃસંસ્થાના સન્માનની, વકીલ સમુદાયના હિતોની અને નવા દાખલ થયેલ જુનિયર વકીલ મિત્રોના ભવિષ્યની છે.
મતરૂપી શસ્ત્ર આપણા હાથમાંજ છે. જે ફરી પાછું પાંચ વર્ષે આવશે, તો આવો, આ મતરૂપી શસ્ત્ર નો ઉપયોગ કરી માતૃસંસ્થા અને વકીલ સમુદાયના હિતોનું રક્ષણ કરીએ.

03/03/2026

Address

Surat
394101

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv. Hareshbhai M. Nakrani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share